૯ મહિનાની કાયદાકીય લડત બાદ તંત્રની કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન

માંડવી તાલુકાના શીરવા ગામે સરકારી જમીન પર લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણ સામે આખરે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી ટ્રાવર્સ નંબર ૪૦૮ની જમીન પર થયેલું આશરે ૧૩૦૦ ચોરસ મીટરનું દબાણ પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શીરવા ગામના કાદરશા સૈયદ દ્વારા છેલ્લા આશરે ૧૮ વર્ષથી સરકારી જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. આ જમીન પર પાકું રહેણાંક મકાન, બે મોટા વરંડા તેમજ દુકાનો સહિતના બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા.

સરકારી જમીન પરના આ દબાણને દૂર કરવા માટે આશરે નવ મહિનાથી કાયદાકીય પ્રક્રિયા અને રજૂઆતોનો દોર ચાલી રહ્યો હતો. અંતે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

માંડવી પોલીસના કાફલા તથા સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરી જમીન દબાણમુક્ત કરવામાં આવી.

તંત્રની આ કાર્યવાહીને પગલે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ થયેલી આ કાર્યવાહીથી સરકારી જમીનના રક્ષણ અંગે તંત્રની કડકાઈનો સંદેશ પણ ગયો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!