The Gujarat Live News

પટણી દરવાજા વોર્ડ-3માં સોયબભાઈ ઘાંચીએ જાતે જીવ જોખમે વીજ વાયર કર્યો સરખો

રાધનપુર શહેરના પટણી દરવાજા વિસ્તાર, વોર્ડ-3માં વીજળી વિભાગની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

વોર્ડના નાગરિક સોયબભાઈ ઘાંચીએ જણાવ્યું હતું કે તૂટી પડેલા વીજ વાયરના કારણે જોખમ સર્જાયું હતું.

આ અંગે તેમણે વારંવાર UGVCLના કર્મચારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈપણ જવાબ આપવામાં આવ્યો નહોતો.

કર્મચારીઓના બેદરકારીભર્યા વલણથી પરેશાન થઈ અંતે સોયબભાઈએ પોતાની સુરક્ષાને જોખમમાં મુકી જાતે જ વાયર સરખો કર્યો.

ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 

નાગરિકોનું કહેવું છે કે આવા બનાવોથી મોટું દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી વીજળી વિભાગની રહેશે.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ આવનારા દિવસોમાં આવી બેદરકારી ન થાય તેની ખાતરી આપવા માગણી કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!