રસ્તા પરના વૃક્ષોને દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરાયો
પાટણ જિલ્લામાં ભારે વરસાદના લીધે હારીજ – ટોટાણા, કાકોશી –વાઘરોલ, રાધનપુર – લોદ્રા – મોરવાડા રોડ પર પડી ગયેલ વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો છે.

પાટણ જિલ્લામાં વરસાદ અને પવનને લઈને રસ્તા પરના વૃક્ષો પડી જવાથી રસ્તો બંધ થઇ ગયો હતો. જેથી માર્ગ અને મકાન વિભાગ તેમજ પાટણ વન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. વરસાદના લીધે જાહેરમાર્ગો પર પડેલા વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી માર્ગ મકાન અને પાટણ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
