થરાદ : બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતાં સરહદી ગામોમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા તૂટ્યા, ગામડાંઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં તેમજ ખેતરોમાં પાકને નુકસાન થતા ગ્રામજનો વ્યથિત બન્યા છે.

આવી પરિસ્થિતિ વચ્ચે થરાદના પૂર્વ ધારાસભ્ય તથા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત સતત સેવા કાર્યમાં ખડેપગે જોવા મળી રહ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી તેઓએ વ્યક્તિગત રીતે ગામલોકોની સમસ્યાઓ જાણી છે અને તરત જ જરૂરી સહાય પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
અનાજ, દવાઓ, પાણી તથા આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાવ્યું છે.
ખાસ કરીને બીમાર, વૃદ્ધો અને નાના બાળકો ધરાવતા પરિવારોને તાત્કાલિક મદદ પહોંચે તે માટે ગુલાબસિંહ રાજપૂતે પોતાના કાર્યકરો સાથે દિવસ-રાત દોડધામ કરી છે.
સ્થાનિક લોકોમાં તેમના આ સેવા કાર્યને લઈને વિશેષ પ્રશંસા થઈ રહી છે.
“સંકટની ઘડીમાં અમારા વચ્ચે રહી મદદ કરવા ગુલાબસિંહ રાજપૂત આગળ આવ્યા, જે અમને મોટી રાહત આપે છે” એમ અનેક ગ્રામજનોની પ્રતિક્રિયા રહી હતી.
ગુલાબસિંહ રાજપૂતે તંત્રને પણ વિનંતી કરી છે કે પુરગ્રસ્ત વિસ્તારોમાં વળતર, ખોરાક અને આરોગ્ય સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થાય અને ખેડૂતોના પાક તથા પશુધનના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને સહાય પહોંચાડવામાં આવે.
બનાસકાંઠાના સરહદી ગામોમાં હાલ પણ પાણી ભરાયું છે, છતાં સેવા કાર્યથી સ્થાનિકોમાં આશાનો કિરણ દેખાઈ રહ્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
