રાધનપુર – સાંતલપુર વરસાદી અસરગ્રસ્ત: અધ્યક્ષશ્રીએ વહીવટી તંત્ર સાથે રિવ્યૂ બેઠક યોજી
હિંમત રાખજો અમે તમારી સાથે છીએ – અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જે પરિસ્થિતિને વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાધનપુરના સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ કરી વધુ વરસાદના કારણે થયેલા નુકસાનને લઇ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વધુ પડતા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. જે ઉપરાંત જે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં મદદ પહોંચે તે માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષ અને યોજાયેલી રીવ્યુ બેઠકમાં સ્થાનિક પદાધિકારી અને સ્થાનિકો જોડાયા હતા. તેઓએ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓ મરણ તેમજ તણાયા હતા તે અંગેની રજૂઆત કરી હતી. ઉપરાંત આ રિવ્યૂ બેઠકમાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોને ઘરવખરીને નુકશાન અંગેની રજૂઆત કરી હતી. અધ્યક્ષશ્રીએ રાધનપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેનો કાયમી ઉકેલ માટે અધિકારીશ્રીને તાકીદ કરી હતી. વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવતા અધ્યક્ષશ્રીએ લોકોને આ કપરી પરિસ્થિતિમાં હૂંફ આપી હતી કે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ.
વિધાનસભાના અઘ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પુરગ્રસ્ત સાંતલપુર તાલુકાઓના ગામડાની મુલાકાત લીધી હતી. ભારે વરસાદના લીધે સાંતલપુર તાલુકાના નલિયા ગામે પૂર માં અવસાન પામેલ પરિવારજનો મળીને સાંત્વના પાઠવી હતી. દુઃખદ ઘટના બનવાના લીધે અધ્યક્ષશ્રી દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને હૂંફ આપવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષશ્રી દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓને આ વિકટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે.
આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પ્રાંત અધિકારી શ્રી, અધિકારી – કર્મચારીઓ, સંગઠનના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ, તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
