પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામે અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન સર્જાયું છે.
![]()
![]()
![]()
![]()
સતત વરસેલા વરસાદથી ગામના અનેક લોકોના મકાનો ધરાશાયી થઈ જતા પરિવારો ઘર વિહોણા બન્યા છે.
ઘરોમાં રહેલા સામાન તેમજ ધરપકડ નાશ પામતાં લોકો દૈનિક જીવનની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વરસાદના પાણીએ ખેતરોને જળમગ્ન કરી દેતાં ગામના ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના જીવનનિર્વાહ પર સીધી અસર પડી છે.
ગામના ખેડૂતોનું કહેવું છે કે આખું વર્ષ મહેનત કર્યા પછી પાક આ રીતે બગડતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે.
સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક સર્વે કરી પૂરતું વળતર તેમજ સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર મદદ નહીં મળે તો પરિવારો અને ખેડૂતોની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.
લોકો વહીવટી તંત્ર અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક રાહત કામો શરૂ કરી અસરગ્રસ્ત પરિવારોને છત, અનાજ અને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

