તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પાટણ જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નળિયા ગામમાં નાહવા ગયેલા નવ યુવાન પાણીમાં ડૂબવા લાગ્યા હતા .
જેમાં ચાર યુવાનોનો આબાદ બચાવ થયો હતો અને અન્ય પાંચ યુવાન પાણીમાં ગળકાવ થઈ ગયા હતા તંત્ર દ્વારા તાત્કાલિક sdrf ની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક વિનોદભાઈ નામનો યુવાન લાપતા હતો જેનો મૃતદેહ એનડીઆરએફની ટીમ દ્વારા આજે ભારિ જહમત બાદ આજે સવારમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને વારાહી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો આમ નડિયા ગામના આ પાંચ યુવાનોના મોત થયા હતા તેથી નળિયા ગામમાં માતમ છવાઈ ગયો હતો
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
