સમગ્ર રાજયમાં પોષણ ઉત્સવ અને પોષણ ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મહિલાઓને પોષણ જેને સ્વરૂપે ગુજરાતની તમામ આંગણવાડીઓમાં, જોન, સેજા, તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ ઉજવવામાં આવશે. જેના સંદર્ભે અમરેલી જીલ્લાનાં તાલુકાનાં આસોદર ગામ ખાતે ન આસોદર સેજાનો પોષણ ઉત્સવ-2025અંતર્ગત ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
જેમાં આંગણવાડી મારફતે વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) રા તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યોની મદદથી પૌષ્ટિક

વાનગીઓ તેમજ શ્રી અન્ન જેમા, વિવિધ જુવાર, બાજરી, કાંગ, બંટી, કોદરી રાગી, મોરૈયો વિગેરે જેવા ભારતીય પરંપરાગતનાં ધાન્યોમાંથી વાનગીઓની બનાવીને લોક જાગૃતીનાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉજવણીનો હેતુ સુપોષણ થકી દેશનાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને સશક્ત સ્વસ્થ અને સામથ્ર્યવાન બનાવવાનો છે. કોઈષણ રાષ્ટ્રનાં વિકાસમાં મહીલાઓ અને બાળકોની ભુમીકા મહત્વની હોય છે આથી દરેક ઉમરની વ્યક્તિનાં શારિરીક મહાત્મયને ધ્યાને રાખીને દેશનાં વડા પ્રધાનશ્રીનાં સહી પોષણ દેશ રોશન સુત્રને સાર્થક કરવા લોક જાગૃતી અને યોજનાકીય પ્રચાર પ્રસાર ખુબ જ આવશ્યક બની રહે છે. પોષણ ઉત્સવનાં માધ્યમથી આંગણવાડીના દ્વારા સામુદાયીક તેમજ ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે, શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘરઆંગણે
સરળતાથી મળતા પૌષ્ટીક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી દ્રારા ચાલતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓને ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા યથાર્થ પ્રયતો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતે દ્વારા બાળકો અને વાનગી સ્પર્ધામાં વિજેતા બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું
ફાલ્ગુનીબેન છત્રાલા માર્ગદર્શન હેઠળ યોજાયેલ પોષણ ઉત્સવ કાર્યક્રમ લાઠી ઘટક .સેજો આસોદર ગામે આઈ. સી. ડી. એસ. ઘટક લાઠી ના. સુપરવાઇઝર શ્રી ફાલ્ગુનીબેન, છત્રાલા તેમજ શ્રી આસોદર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશ સાહેબ નાગલા તથા શિક્ષક ટાફ આસોદરના સેજાનાં તમામ વર્કર હેલ્પર બહેનો તેમજ પ્રમામ સ્ટાફ, તલાટી ક્રમ મંત્રીશ્રી, સરપંચ શ્રી, ગામના આગેવાનો, ગામના વાલીઓ તમામ સહભાગી થયેલા. આશીર્વાદ દ્રારા ઉપસ્થિત તમામ મહીલાઓ સાથે સ્તન કેન્સર જાગૃતી અંગે માર્ગદર્શન તેમજ ચકાસણી કરવામાં આવી હતી.
The Gujarat Live News
