હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ
ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર હતું. જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાઈ છે. તેના સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી ઉંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ્યું છે. આજરોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 14 સપ્ટેમ્બરે 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ અપાયું
આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ, આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઇને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!