થોડા દિવસ પહેલા શામગહાન રેફરલ હોસ્પિટલમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ન્યુઝ ચેનલો દ્વારા પણ તંત્રની બેદરકારી બદલ ખુલાસો આપ્યો હતો.જે પછી આજે રોજ ચિરાપાડા,બારીપાડા અને શામગહાનના સ્થાનિક આગેવાનો સાથે યુવાનોએ હોસ્પિટલમાં એ બાબતે કાંઈ સુધારો આવ્યો કે પછી તંત્ર હજુ ઊંઘમાં જ છે એ જાણવા માટે સામાજિક આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. તો જ્યાં સ્ત્રી -પુરુષ દર્દીઓની પહેલા એક જ પુરુષ વોર્ડમાં જ સાથે સારવાર અપાતી હતી ,જે હવે સ્ત્રી વોર્ડ અલગ અને પુરુષ વોર્ડ અલગ એ રીતે સારવાર અપાઈ રહી હતી જે નજરે આવી.સાથે તપાસમાં એ પણ જાણ્યું કે પહેલા એક જ ડોક્ટર હતા તો હવે ૩ ડોક્ટર અને એક દાંતના ડોક્ટર સાથે કુલ ૪ ડોક્ટર ફાળવી દેવામાં આવ્યા છે.અને ડોક્ટરો દ્વારા સારી રીતે સારવાર આપવામાં આવી રહી છે એમ પણ દર્દીઓ પાસેથી વાત મળી.

યુવાનોએ સ્થાનિક લોકોને સરકારી હોસ્પિટલમાં તકલીફ ના પડે એ માટે સ્ટાફને પણ પ્રેમ સહકારની લાગણી સાથે સારવાર આપવામાં આવે એવી વિનંતી કરી.યુવાનો આ માટે તંત્રનું તથા હોસ્પિટલની ગંભીર બાબતોને ધ્યાનમાં લેવા બદલ પ્રાંત અધિકારી તેમજ ન્યુઝ મિડિયાના પત્રકાર મિત્રોનો પણ ખૂબ આભાર માની આ સરાહનીય કામગીરીમાં સહકાર કરી લોકોને પડતી અગવડ દુર કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલની મુલાકાત માટે શામગહાનના સામાજિક આગેવાન ભગુભાઈ ચૌહાણ, તુષારભાઈ ગાવિત, બારીપાડાના સામાજિક આગેવાન કોન્જુભાઈ ગાવિત,ચિરાપાડાના સામાજિક આગેવાન અને જાગૃત યુવા વર્ગ નીતિનભાઈ રાઉત અને ગંગારામભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ શૈલેષ ગાંગુર્ડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!