‘શહિદ વીરના સાહસ બલિદાનને રાષ્ટ્ર નમન કરે છે’ સમગ્ર પંથકમાં પ્રથમ શહીદ મેહુલભાઈ ભુવાની ઐતિહાસિક શહીદ યાત્રા

દામનગરના ધામેલ ગામના અમર શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવાના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે માદરે વતન ધામેલ ખાતે લવાતા સમગ્ર પંથકની જનતા રોડ રસ્તાની બંને તરફ કતારબદ્ધ વીરાંજલી આપવા પુરા અદબથી કલાકો સુધી ખડે પગે ઉભા રહ્યા વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવાના માતા પિતા અને પત્ની અને સગીર બાળકોએ અક્ષુભીની આંખે આખરી સલામી આપી.
અમરેલીથી વીર જવાન શહીદ મેહુલભાઈ ભુવાના પાર્થિવ દેહને લાવતા અમરેલીથી લઈ લાઠી દામનગર હજીરાધાર ધામેલ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી શહીદ યાત્રાના રૂટ ઉપર સમગ્ર પંથકની જનતા ભારે ગનગીની સાથે વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવાને
વીરાંજલી અર્પી ઠેર ઠેર રસ્તા વચ્ચે સૈન્ય વાહન ઉભું રાખવા ફરજ પડે તેવી ગદગદિત માનવ મેદની ઉમટી લાઠી તાલુકામાં આઝાદી બાદ શહીદી વ્હોરનાર પ્રથમ મેહુલભાઈ ભુવા પાર્થિવ દેહ સાથે સવારે ૭-૩૦ દામનગર શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે શહીદ વીર જવાનના પાર્થિવ દેહ સાથે સમગ્ર પંથકના યુવાનોએ ત્રિરંગા સાથે વીર જવાન અમર રહોના ગગન ભેદી નારા સાથે ઐતિહાસિક રેલી યોજી. સમગ્ર પંથકની જનતાએ અક્ષુ ભીની અંજલિ આપી માદરે વતન ધામેલ ગામે વીરગતિ પામેલ જવાનના નિવાસ સ્થાન આસપાસ પગ મુકવાની પણ જગ્યા ટૂંકી પડે તેવી સંખ્યામાં વહેલી સવારથી માનવ મેદની વીરાંજલી આપવા કલાકો સુધી સ્થિતપ્રજ્ઞ બની ઉભી રહી રાષ્ટ્ર કાજે વીરતા વહોરી લેનાર
બહાદુર મેહુલ ભુવાના જીવન કવનને તાદ્રશ્ય કરાવતા દ્રશ્યો હાજરી જનમેદનીની વિશાળતા સૌ કોઈ પુરા અદબથી શહીદ મેહુલ ભુવાની વીરતાની વાતો વચ્ચે પુરા રાષ્ટ્રીય સન્માન સાથે લશ્કરી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સદગતના પાર્થિવ દેહને પંચ મહાભૂતોમાં રડતા હૃદયે વિલિન કરાયો હતો. સમગ્ર પંથકમાં આટલી મોટી અંતિમ યાત્રાની પ્રથમ ઘટના બની. અઢારેય આલમ સજળ નેત્રે વીર જવાનને અંતિમ વિદાય આપી. નાના મોટા આબાલ વૃદ્ધ મહિલાઓ સહિત સમગ્ર પંથકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો રોડની બંને સાઈડ વિરાંજલી આપવા કલાકો સુધી ખડે પગે ઉભા રહી અમર જવાનને રડતા હૃદયથી અંતિમ વિદાય આપી ભાવાત્મક દ્રશ્યો ભુવા પરિવાર આક્રંદ વચ્ચે રાષ્ટ્ર ભક્તિના દર્શન કરાવ્યા.
The Gujarat Live News
