ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ મંગેશભાઈ રત્નાભાઇ ને તારીખ 5 8 25 ના રોજ બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજા થવા પામી હતી ત્યાં તેઓને સારવાર અપાવાવ્યા બાદ પાટણ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પાટણમાં વધારે તબિયત લથડતા તેઓને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમના માથાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું .

ઓપરેશન બાદ આરામ માટે તે તેમના સાસરિયામાં આવ્યા હતા જે આજરોજ વહેલી સવારે તેમનું નિધન થયું હતું તેથી તેઓના પાર્થિવ દેહને વારાહી સીએચસી ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો અને પીએમ બાદ તેમનું મૃતદેહ તેમના વાલી વારસદારોને સોંપવામાં આવ્યો હતો જ્યારે તેમને સ્મશાન યાત્રામાં પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
