તેમાં શિક્ષકો તેમજ ધોરણ બાલવાટિકા થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો .ભારતના તહેવારોમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

આ તહેવારમાં માં દુર્ગાની પૂજા સાથે સાથે આનંદ ,સંગીત અને ભક્તિનો સંગમ જોવા મળે છે શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શિક્ષક અને વિદ્યાર્થીની સંયુક્ત નવરાત્રી ઉજવણીનો મુખ્ય હેતુ સંસ્કૃતિનું જતન કરવાનું હોય છે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવતી હતી. ગરબા, દાંડિયા અને લોકગીતો દ્વારા સૌએ સાથે મળીને આનંદ માણ્યો હતો. શિક્ષક અને વિદ્યાર્થીની સંયુક્ત ઉજવણીમાં પરંપરા સાથે આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. નાના નાના ભૂલકાઓ તથા એક થી 12 ના વિદ્યાર્થીઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઈને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આ નવરાત્રી કાર્યક્રમનું સુચારૂ આયોજન પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા કડીયાળીના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષક ગણે કર્યું હતું ગ્રામજનો તેમજ વાલીગણ હાજર રહી ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ નવરાત્રી કાર્યક્રમથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે નો ગુરુ શિષ્ય નો સંબંધ ઘણો ધનિષ્ઠ બને છે આમ આ નવરાત્રી ઉત્સવ કાર્યક્રમ આનંદ અને ભક્તિમય ભાવસભર રંગે ચંગે પૂર્ણ થયો હતો.
The Gujarat Live News
