ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે એક અમરેલીના શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી. શંકાસ્પદ શખસ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા મળતાં પોલીસે ઉઠાવી લઈ ઇન્ટ્રોગેશન કર્યું હતું. મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળ્યો છે, જે બંધ આવી રહ્યો છે. પોલીસ હાલમાં પ્રેમપ્રકરણના એંગલ પર પણ તપાસ ચલાવી રહી છે. ભાઈ-ભાભીનો ફોન ન ઉપાડતાં પાડોશીને જાણ કરી, દરવાજો ખોલ્યો તો સામે લાશ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 29 સપ્ટેમ્બર, 2025એ રાતના 9:30 વાગ્યાની આસપાસ મહિલા કોન્સ્ટેબલ એક્ટિવા લઈને ઘરે આવી હતી. ત્યાર બાદ 30 સપ્ટેમ્બર 2025એ મહિલા કોન્સ્ટેબલનાં ભાઈ-ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીનું નૈવેદ્ય કરવા ગયાં હતાં. વતનથી ફોન કોલ કરતાં બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી. આ અંગે પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો, જે ખોલીને પાડોશીએ અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 112 ઇમર્જન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે, અલગ-અલગ ટીમ એક્ટિવ કરી
આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના CDR મેળવવાનું શરૂ કરાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળ્યો હતો, જે બંધ આવી રહ્યો હતો. પોલીસ હાલમાં પ્રેમપ્રકરણના એંગલ ઉપર પણ તપાસ ચલાવી રહી છે. ફોરેન્સિક ટીમ થકી પોસ્ટમોર્ટમ કરવામાં આવશેઃ DySP
આ મામલે DySP ડી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે ગાંધીનગરના સેક્ટર 24માં 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ, જેઓ શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં તેમની પાઠ્યપુસ્તક મંડળ ક્વાર્ટર બ્લોકનંબર 752, મકાન નંબર પાંચમાંથી લાશ મળી હતી. આ ક્વાર્ટર તેમના ભાઈનું હતું અને મહિલા કોન્સ્ટેબલ ત્યાં એકલાં રહેતાં હતાં. સવારમાં તેમની શંકાસ્પદ હાલતમાં લાશ મળતાં તાત્કાલિક સેક્ટર 21ની પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. મૃતદેહનું પ્રાથમિક નિરિક્ષણ કરતાં શંકાસ્પદ લાગતાં એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક પેનલથી કરવા માટે ગાંધીનગર સિવિલને યાદી લખવામાં આવી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમારી LCBની ટીમ, સેક્ટર 21ની ટીમ લાગેલી છે. બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી ભાઈએ સામે રહેતા પાડોશીને તપાસ કરવા કહ્યું
ગાંધીનગર સેકટર-24 પાઠ્યપુસ્તક મંડળમાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મૃતક યુવતીના ભાઈ પરિવાર સાથે વતન ભાવનગરના ગારિયાધારમાં માતાજીના નૈવેધ કરવા ગયા હતા. તેમની એક બહેન નડિયાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જ્યારે બીજી બહેન હેડ કોન્સ્ટેબલ તરીકે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં નોકરી કરતી હતી, જોકે તે વાવોલમાં એક મહિલા અધિકારીના ઘરે ઓર્ડલી તરીકે ફરજ બજાવતી હતી. બનાવના દિવસે મૃતક યુવતીના ભાઈએ પાંચેક વખત તેને ફોન કર્યા હતા, પરંતુ તે ફોન રિસીવ કરતી ન હોવાથી ચિંતાતુર ભાઈએ સામે રહેતા પાડોશીને તપાસ કરવા કહ્યું હતું, જેથી સામે રહેતી મહિલાએ દરવાજો ખોલતાં જ પહેલાં રૂમમાં બેડ ઉપર યુવતીની નગ્ન હાલતમાં લાશ જોવા મળી હતી. આમ, સમગ્ર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.