રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં થયેલ ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. નવા પરિપત્ર સામે પ્રહલાદ મોદીનો આંદોલનનો હુંકાર
સસ્તા અનાજની દુકાનના સંચાલકો સાથે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં પ્રહલાદ મોદીએ ફરી એકવાર આંદોલનનો હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારે તાત્કાલિક નવો પરિપત્ર પાછો ખેંચવો પડશે, નહીં તો દુકાનદારોને આંદોલન કરવાની ફરજ પડશે. તેમનું કહેવું છે કે દુકાનદારો સાથે 4 નવેમ્બરના રોજ સમજૂતી થઈ હોવા છતાં, સરકારે એકતરફી રીતે નવો પરિપત્ર બહાર પાડીને વિશ્વાસઘાત કર્યો છે. ‘ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી, તેનો સખત વિરોધ છે’
ફેર પ્રાઇસ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિપત્ર બે દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયું તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમા થયેલી ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી છે. તેનો સખત વિરોધ છે. એમાં કલમ નં. 2 માં લખ્યું છે કે, કે વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારી કરશે. એમાં કોઈ જગ્યાએ એવો સ્પષ્ટ નથી લખેલું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેકટરના કર્મચારીઓની રહેશે. માટે એ લખવું જોઈએ એવું અમારું માનવું છે. આ પણ વાચો:સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ,1 કિલોએ રૂ.1.50 કમિશન વધારીને રૂ.3 થશે પચાસ ટકા સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાત
એસોસિયેશન મુજબ, 4 નવેમ્બરની બેઠકમાં દુકાન પર જથ્થો ઉતારતી વખતે માત્ર બે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ નવા પરિપત્રમાં 1 એપ્રિલ 2026થી પચાસ ટકા સભ્યો અંદાજે 5થી 6 સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાત કરાયું છે. 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગી
એસોસિએશનોનું કહેવું છે કે, આ નિર્ણય સમજૂતીના મૂળ ભાવને ખંડિત કરે છે અને દુકાનદારો માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે. દુકાનદારોના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ પણ વાંચો: સસ્તા અનાજના દુકાનદારો સાથે સરકારની પહેલી બેઠક અનિર્ણાયક ‘કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી’
દુકાનદારોનો આક્ષેપ છે કે, કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી ગઈ છે અને ટોચના અધિકારીઓએ મંત્રીઓને સાચી માહિતી આપ્યા વિના મનપસંદ નિર્ણયો દબાવી દીધા છે. એસોસિએશનના આગેવાનોએ તો આક્ષેપ કર્યો કે અધિકારીઓએ સરકારથી ઉપર જઈને નિર્ણય લઈને પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પણ વાંચો: પ્રહલાદ મોદીએ કહ્યું- ‘બહેને આવીને ખોટી રજૂઆત કરતાં મારે ઉગ્ર બોલાચાલી થઈ, બેઠકમાં કોઈ ચર્ચા થઈ નથી’ ‘4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું’
તેમણે વધુમાં કહ્યું કે, ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકો તથા દુકાનદારોની વાસ્તવિક પરેશાનીઓ સમજવા બદલે અધિકારીઓએ જટિલ પ્રક્રિયા લાદી છે, જેનાથી 4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા મળવાની બાકી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!