વડોદરા,વાઘોડિયા રોડ રણછોડ પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૃનો ધંધો શરૃ કરતા સ્થાનિક રહીશો હેરાન થઇ ગયા છે.છેવટે પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપીને ૧૯ બોટલ સાથે ઝડપી પાડયો હતો.
શહેરના વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયા પાસે આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં એક રહીશે સાગર પ્રજાપતિ નામના આરોપીને મકાન વેચાણ કર્યુ હતું. ત્યારબાદ તેણે દારૃનો ધંધો શરૃ કર્યો હતો. માથાભારે વ્યક્તિઓના કારણે સોસાયટીના રહીશો શરૃઆતમાં કંઇ બોલતા નહતા. પરંતુ, આરોપીએ આ સ્થળે દારૃનો મોટા પાયે ધંધો શરૃ કરતા સોસાયટીની રહીશો ત્રાસી ગયા હતા.
