Amreli Crime News: અમરેલી જિલ્લાના અરજણસુખ ગામેથી એક અત્યંત ક્રૂર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તમામ હદ પાર કરતા યુવક પર કુહાડી વડે હુમલો કરી તેના બંને પગ શરીરથી અલગ કરી દીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલનો રહેવાસી દીનેશ સોલંકી નામનો યુવક અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો. આ દરમિયાન તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાપર સુડાવડ ગામના બે સાળાઓ સહિત કુલ 12 જેટલા શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!