ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો’ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે. ગાંધીનગરમાં આજે(12 નવેમ્બર) વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે IT ટીમ ત્રાટકી હતી. ITની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે ITની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે. અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું છે તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે. આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત કરીને ટેકસ ચોરીની આ મોડસ ઓપરેન્ડી છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢમાં રેડ
ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ જૂનાગઢ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જોકે વિભાગ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ કાર્યવાહીના પગલે રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે. રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું
ચૂંટણી પંચે તાજેતરમાં આવા પક્ષોની ઝાટકણી કાઢી હતી અને અમાન્ય જાહેર કર્યા હતા. નાની દુકાન કે ઓફિસમાં ચલાવતા આવા પક્ષો દ્વારા રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. ગાંધીનગરમાં સંજય ગજેરાના ડ્રાઈવરના મોબાઇલમાંથી મહત્વના પુરાવા મળ્યા
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પડેલી IT રેડ અંગે સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના પણ ફાંફા હતા. ત્યારે આ વર્ષે જ તેની પાસે MG gloster ગાડી અને હાર્લી ડેવિસન બાઇક પણ છે. સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા ITને હાથ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળ 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીના કુલ 8 ઉમેદવારને 11,496 મત મળ્યા હતા અને 957 કરોડનું દાન મળ્યું હતું. વિઠ્ઠલ ગજેરાએ સૌરાષ્ટ્રથી ગાંધીનગર આવીને ખાદ્ય તેલનો ધંધો શરૂ કર્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિઠ્ઠલ ગજેરા મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે. ગાંધીનગર આવીને શરૂમાં તેમણે ખાદ્ય તેલનો ધંધો શરૂ કર્યો હતો. વર્ષોથી તેમની ઓફિસ કે દુકાન ગણો એ સેકટર 24 મેઈન શોપિંગમાં હતી. બાદમાં તેમણે સેકટર 24માં જ ગેરકાયદેસર રીતે સોલવંટનો ધંધો શરૂ કર્યો હતો. જે મામલે પોલીસ કેસ પણ થયેલા છે. તો એક ગુનામાં પાસા પણ થઈ હતી. પાર્ટીનાં નામે કરોડોની આવક હવાલા મારફતે મોકલી દેવાતી, ટકાવારી સંજય ગજેરાને મળતી
બાદમાં વિઠ્ઠલ ગજેરાને રાજ્કીય મહેચ્છા જાગૃત થઈ હતી અને તેમનો સંપર્ક ભારતીય નેશનલ જનતા દળ પાર્ટી સાથે થયો હતો. અને કોઈ રીતે વિઠ્ઠલ ગજેરા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા હતા. જેમણે ગાંધીનગર સહિત ગુજરાતમાં પાર્ટીનો પાયો નાંખ્યો હતો. જોકે કોરોનાકાળમાં વિઠ્ઠલ ગજેરાનું મોત થતાં પાર્ટીની કમાન તેમના દીકરા સંજય ગજેરાના હાથમાં આવી ગઈ હતી. જે બહુ ભણેલો નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીનાં નામે આવેલી કરોડોની આવક હવાલા મારફતે મોકલી દેવામાં આવતી હતી. જેની અમુક ટકાવારી સંજય ગજેરાને મળતી હતી. ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ગુજરાતમાં ટોપ પર
ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ADRના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ
ADRના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે, તેમની કુલ આવક તમામ આવા પક્ષોની આવકના 70% છે.ગુજરાતમાં આવા 95 પક્ષો છે, તેમાંથી 36એ વાર્ષિક રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કર્યો છે. રિપોર્ટમા જણાવાયું છે કે ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અટકાવવા માટે આવા પક્ષોનું નિયમન જરૂરી છે. બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષનો પણ સમાવેશ
પક્ષો દ્વારા મોટા ભાગના રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ તેમના કોઇ ઉમેદવાર જીત્યા નથી. બિહાર, હરિયાણાની 2-2 પક્ષોની આવક 300 કરોડ 2019-20થી 2023-24 દરમિયાન સૌથી વધુ આવક ધરાવતા ટોપ-10 રજીસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પક્ષોમાં ગુજરાતના ઉપરોક્ત પાંચ ઉપરાંત બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષ સામેલ છે. બિહારના આમ જનમત પક્ષ 220 કરોડ, પ્રબળ ભારત પક્ષ 104 કરોડ, હરિયાણામાં રાષ્ટ્રીય વિકાસ પક્ષ 208 કરોડ, જન સેવક ક્રાંતિ પક્ષ 100 કરોડ અને દિલ્હીમાં પબ્લિક પોલિટિકલ પાર્ટીની આવક 66 કરોડ છે. 2022થી 2024માં આવા 3260 પક્ષોને 10 હજાર કરોડનું દાન! પ્રાદેશિક પક્ષો કરતાં આગળ, રાષ્ટ્રીયની નજીક
આ પ્રકારના પક્ષો ખર્ચ કરવામાં રાજ્યસ્તરના પક્ષો કરતાં આગળ અને રાષ્ટ્રીય પક્ષોની નજીક છે. ટોપ-10 ખર્ચ કરનારા પક્ષોએ 2022-23માં 1565 કરોડ ખર્ચ જ્યારે રાજ્ય સ્તરની પક્ષોએ કુલ 481 કરોડ જ ખર્ચ્યા હતા. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા 10 રાજકીય પક્ષોને 2019-20થી 2023-24 દરમિયાન 4300 કરોડનું દાન મળ્યું
ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા અજાણ્યા 10 રાજકીય પક્ષોને 2019-20થી 2023-24 દરમિયાન 4300 કરોડનું દાન મળ્યું છે. ચૂંટણી પંચના કન્ટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ, આ પક્ષોને કેરળથી કાશ્મીર, પોરબંદરથી ત્રિપુરા સહિત 23 રાજ્યોથી દાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 2019, 2024 લોકસભા અને 2022 વિધાનસભા ચૂંટણીમાં આ પક્ષોએ કુલ 43 ઉમેદવાર ઊભા રાખ્યા અને તેમને કુલ 54,069 મત મળ્યા હતા.આ પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પંચમાં જમા કરાવેલ ઇલેક્શન એક્સપેન્ડિચર રિપોર્ટ મુજબ, ચૂંટણીમાં કુલ 39.02 લાખ ખર્ચ દર્શાવ્યો છે. ચૂંટણી ખર્ચના રિપોર્ટ જમા કરાવવાની તારીખ વીતી ગયા બાદ પણ ચૂંટણી પંચની સાઇટ પર ઉપલબ્ધ નથી
મોટા ભાગના પક્ષોના ચૂંટણી ખર્ચના રિપોર્ટ જમા કરાવવાની તારીખ વીતી ગયા બાદ પણ ચૂંટણી પંચની સાઇટ પર ઉપલબ્ધ નથી. મુખ્ય પક્ષોએ ઓડિટ રિપોર્ટમાં 5 વર્ષમાં કુલ 3500 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. આ દરમિયાન અમુક પક્ષે ક્યાં તો કન્ટ્રીબ્યુશન ક્યાં તો ઓડિટ રિપોર્ટ જમા કર્યો છે. BNJD, સત્યવાદી રક્ષક અને જન-મન પાર્ટીએ બધા વર્ષના બંને રિપોર્ટ જમા કર્યા છે. માનવાધિકાર નેશનલે એકેય રિપોર્ટ જમા કરાવ્યો નથી
માનવાધિકાર નેશનલે એકેય રિપોર્ટ જમા કરાવ્યો નથી. ઓડિટ રિપોર્ટ મુજબ, 5 વર્ષમાં અજાણ્યા પક્ષોએ જાહેર-સામાજિક કલ્યાણ, યુવા વિકાસ, દાન, એજ્યુકેશન પાછળ 802 કરોડ અને મનોરંજન, સેલિબ્રિટી, હેન્ડીક્રાફ્ટ માટે 58 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. LSPની છેલ્લી ચૂંટણી 2017માં,બાદમાં 1007 કરોડ દાન!
લોકશાહી સત્તા પાર્ટી 2017માં છેલ્લી ચૂંટણી ગુજરાત વિધાનસભા લડી હતી. 2020-22માં 1007 કરોડનું દાન મળ્યું અને ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું કે તમામ રૂપિયા ખર્ચી દીધા છે. પ્રિન્ટિંગ-સ્ટેશનરી માટે 157 કરોડ, વાહન-ટ્રાવેલિંગ-પેટ્રોલ-163 કરોડ, ધાબડા વિતરણ-ફૂડ કિટ- 62 કરોડ દર્શાવ્યો છે. 9 ઓગસ્ટે ચૂંટણી પંચે LSPને ડિલિસ્ટ કરી છે. PAN વિના 383 કરોડનું દાન , નામઃ ‘DONATION’
સત્યવાદી રક્ષક પાર્ટીને 2023-24માં 7442 દાતાએ પાન કાર્ડ નંબર દર્શાવ્યા વિના 142 કરોડનું દાન આપ્યું. 42 દાતાના નામમાં ‘DONATION’(94 લાખ) લખ્યું છે. 89 દાતાએ BNJDને પાન વિના 1.77 કરોડ, જન પરિષદને 15,816 દાતાએ 239 કરોડ દાન આપ્યુ. ઘણી જગ્યાએ ડોનરમાં ‘NAME NOT AVAILABLE’ લખેલું છે. ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચ 352 કરોડ!
5 વર્ષ દરમિયાન આ પક્ષોએ ઓડિટ રિપોર્ટમાં 352.13 કરોડનો ખર્ચ ચૂંટણી માટે દર્શાવ્યો છે. તેમાં ભારતીયે જન પરિષદે 177 કરોડ, સૌરાષ્ટ્ર જનતાએ 141 કરોડ, સત્યવાદી રક્ષકે 10.53 કરોડ, લોકશાહી સત્તાએ 22.82 કરોડ, મધર લેન્ડ નેશનલે 86.36 લાખ ખર્ચ દર્શાવ્યો છે. અન્ય પક્ષોએ ઓડિટ રિપોર્ટના ઇલેક્શન સેક્શનમાં ખર્ચ દર્શાવ્યો નથી અથવા ફોરમેટ મુજબ ખર્ચ દર્શાવ્યો નથી. એક વ્યક્તિ, અનેકવાર દાન