રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ શ્રદ્ધાળુનાં મોત થયા છે, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા. મૃતકોના નામ ગુજરાતના શ્રદ્ધાળુઓને જોધપુર હાઈવે પર નડ્યો અકસ્માત
રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-125) પર બાલેસર નજીક આવેલા ખારી બેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. બાલેસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર, બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા કાર્ગો ટેમ્પો વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતની તસવીરો… ટેમ્પોમાં મહિલાઓ-બાળકો સહિત 20 લોકો સવાર હતા
ટેમ્પોમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકો સવાર હતા, જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 7 બાળક સહિત 12 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે, જેમને પ્રાથમિક સારવાર બાદ જોધપુરની MDM હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ
અકસ્માતની જાણ થતાં જ પસાર થતાં વાહનચાલકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે બાલેસર, અગોલાઈ અને હાઇવેથી ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે મૃતદેહોને બાલેસર સીએચસી શબઘરમાં રાખ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ
ધનસુરા તાલુકાના રૂઘનાથપુરામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અકસ્માત બાદ અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બચાવ અને સારવાર કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચે તેવી શક્યતા
આ ઘટના અંગે રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચે ટેમ્પોચાલક અને અન્ય એક મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સવારે પુંસરીથી રામદેવરા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.