જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા પાટણ શહેરમાં આવેલ (૧) પ્રવીણજી તરસંગજી ઠાકોર, રેલવેના પહેલા ગરનાળા પાસે એ.પી.એમ.સી. ગેટની બહાર આવેલ દુકાન (કેબીન) અને બહારના ભાગમાં ચોખા ૩૪૬.૩૧૦ કિ.ગ્રા., ઘઉં ૩૮૪.૯૧૦ કી.ગ્રા. તથા બાજરી ૧૪૭.૨૯૦ કિ.ગ્રા. મળી કુલ રકમ રૂ.૨૪,૩૮૫/- તથા (૨) ચૌધરી ભગાભાઈ જગમાલભાઈ, રેલવેના પહેલા ગરનાળા પાસે એ.પી.એમ.સી. ગેટની બહાર આવેલ દુકાન (કેબીન) અને બહારના ભાગમાં ચોખા આશરે ૨૭૦,૦૦૦ કિ.ગ્રા. તથા ઘઉં આશરે ૪૦,૦૦૦ કી.ગ્રા. મળી કુલ રકમ રૂ.૮,૪૧૦/-નો જથ્થો શંકાસ્પદ હોવાનું જણાઈ આવેલ. સદર જથ્થા બાબતે બંને દુકાન (કેબીન) માલિકોને પૂછતાં જણાવેલ કે, સદરહુ જથ્થો ગામડેથી લોકો છૂટક વેચાણ કરવા આવે છે. તેમજ સદર જથ્થા અંગે બંને દુકાન (કેબીન) માલિકોએ કોઈ બિલ કે પુરાવા રજુ કરેલ નથી. જેથી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણની અખબારયાદીમાં જણાવાયું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!