પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ દ્રારા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બનાવટી/ભેળસેળવાળી ખાધ્ય ચીજવસ્તુ” બાબતે પરીણામલક્ષી કામગીરી સારૂ એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો રણુજ તથા બાલીસણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ-ઉંઝા રોડ ઉપર ધારપુર નજીક આવેલ રોયલ બિઝનેશ પાર્ક નામના કોમ્પલેક્ષમાં પ્રકાશ વ્રજલાલ મોદી રહે.પાટણવાળો તેના ભોગવટાના ગોડાઉન નં. ૧૭,૧૧માં “માવજત પ્યોર કાઉ ઘી” નામે શંકાસ્પદ ભેળસેળ વાળુ ઘી બનાવે છે. તેમજ હાલમાં મોટા જથ્થામાં શંકાસ્પદ ભેળસેળવાળા ઘી નો જથ્થો પડેલ છે. જે બાતમી હકીકત બાબતે ખરાઇ કરતાં હકીકત સાચી જણાઇ આવતાં ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીશ્રી નાઓને સાથે રાખી રેડ કરી શંકાસ્પદ ભેળસેળવાળુ ઘી ભરેલ

“માવજત પ્યોર કાઉ ઘી” લેબલ વાળા તેમજ લેબલ વગરના અલગ અલગ સાઇઝના ડબ્બા/ટીન/પાઉચ નંગ-૬૦૧૩ જેનું વજન ૧૫૮૪ કી.ગ્રા. કિ.રૂ.૫,૩૫,૨૦૦/- તથા ભેળસેળવાળુ ઘી બનાવવા સારૂ ઉપયોગ કરતા સોયાબીન તેલ તથા પામ તેલના બોક્સ/ડબ્બા નંગ-૨૧૭ જેનુ વજન ૩ર૫૫ કી.ગ્રા. જેની કી.રૂ.૫,૪૫,૮૧૦/- મળી કુલ રૂ.૧૦,૮૧,૦૧૦/-નો મુદામાલ ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીશ્રી મારફતે ગોડાઉનમાં શીલ કરાવી જરૂરી સેમ્પલ મેળવી આ બાબતે રણુજ પો. સ્ટે.ખાતે જાણવા જોગ ફરીયાદ દાખલ કરાવવામા આવેલ છે.

શંકાસ્પદ ભેળસેળવાળુ ઘી બનાવતા ઇસમોનું નામ સરનામુઃ-

(૧) ધ્રુમીલ અશ્વિનભાઈ મોદી ઉ.વ-૨૫ રહે.ડીસા, રાજપુર રોડ, રીસાલા મેઈન બજાર તા.ડીસા જી.બનાસકાંઠા

(૨) મોદી પ્રકાશકુમાર વ્રજલાલ ઉ.વ-૪૧ રહે.પાટણ, રાજકાવાડો, રામની શેરી તા.જી.પાટણ

શીલ કરેલ મુદામાલઃ-

(૧) શંકાસ્પદ ભેળસેળવાળુ ઘી ભરેલ માવજત પ્યોર કાઉ ઘી લેબલ વાળા તેમજ લેબલ વગરના અલગ અલગ સાઇઝના ડબ્બા/ટીન/પાઉચ નંગ-૬૦૧૩ જેનુ વજન ૧૫૮૪ કી.ગ્રા. કિ.રૂ.૫,૩૫,૨૦૦/-

(૨) ભેળસેળવાળુ ઘી બનાવવા સારૂ ઉપયોગ કરતા સોયાબીન તેલ તથા પામ તેલના બોકસ/ડબ્બા નંગ-૨૧૭ જેનુ વજન ૩૨૫૫ કી.ગ્રા. જેની કી.રૂ.૫,૪૫,૮૧૦/-

મળી કુલ રૂ.૧૦,૮૧,૦૧૦/

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!