રાધનપુર શહેરની નાની બજાર વિસ્તારમાં ટાવર પાસે ગટર લાઈનો સતત ઉભરાતા સમગ્ર વિસ્તારની સ્થિતિ દયનીય બની છે.
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
રાધનપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર જયાબેન ઠાકોરે ચીમકી આપી છે આ પ્રશ્ન શોર્ટ ટાઈમમાં હલ નહીં થાય તો આવનારા દિવસોમાં આજ પાણી નગરપાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને સત્તાપક્ષના કોર્પોરેટરર્સના ઘરે જઈ કચરો ઘરે જઈ નાખવામાં આવશે ને ગટરના પાણી પીવડવામા આવશે જયાબેન ઠાકોર
ગટરના દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોજિંદા કામકાજ માટે લોકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે આરોગ્ય જોખમ પણ વધી રહ્યું છે.
નાની બજાર રાધનપુરનું વ્યસ્ત વેપારી કેન્દ્ર હોવા છતાં અહીં લાંબા સમયથી ગટર સમસ્યા યથાવત છે.
સ્થાનિકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા માત્ર દેખાવટી સફાઈ કરીને જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ ગંભીર મુદ્દે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર–૧ના કોર્પોરેટર જયાબેન ઠાકોરે નગરપાલિકા તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે નાની બજાર ટાવર વિસ્તારની ગટર સમસ્યા તાત્કાલિક હલ કરવી જરૂરી છે, નહીં તો આવનારા દિવસોમાં નગરપાલિકાની કામગીરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જનતા લાંબા સમયથી ત્રાસી ગઈ છે અને હવે સહનશક્તિની હદ પાર થઈ રહી છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ગટરના પાણી અને દુર્ગંધના કારણે ગ્રાહકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપારધંધાને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે જ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, જેને કારણે લોકોમાં વધુ રોષ ફેલાઈ રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય અને કાયમી કામગીરી નહીં કરવામાં આવે તો આ મુદ્દો આગામી દિવસોમાં શહેરવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે.
હવે જોવાનું રહ્યું કે રાધનપુર નગરપાલિકા આ ગંભીર સમસ્યાને લઈને કેટલું ગંભીર વલણ અપનાવે છે કે પછી નાગરિકોને આવી જ હાલતમાં જીવવા મજબૂર રાખવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

