ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ-10 અને ધોરણ-12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બોર્ડ તથા સંસ્કૃત માધ્યમ)ના નિયમિત તેમજ ખાનગી ઉમેદવારોને આ નિર્ણયથી મોટી રાહત મળી છે. 22 ડિસેમ્બર 2025 સુધી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશે
બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના મુજબ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે આવેદન, તેમાં સુધારા તેમજ પ્રિન્સિપાલ દ્વારા મંજૂરી આપવા માટેની અંતિમ તારીખ હવે 22 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે. 24 ડિસેમ્બર 2025 સુધી ધોરણ-10-12 સામાન્ય પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશે
જ્યારે ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બોર્ડ અને સંસ્કૃત માધ્યમ) માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. 26 ડિસેમ્બર 2025ના રાત્રે 12 વાગ્યા સુધી સુધારા કરી શકાશે
આ ઉપરાંત ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા કે પ્રિન્સિપાલની મંજૂરી આપવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025ના રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. 30 ડિસેમ્બર 2025 સુધી સ્કૂલો કામગીરી પૂર્ણ કરશે
બોર્ડે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ દ્વારા ફી સાથેની બાકી રહેલી કાર્યવાહી 30 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરી શકાશે. હજારો વિદ્યાર્થી-શાળાઓને ફાયદો
આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને શાળાઓને વધારાનો સમય મળતા શૈક્ષણિક જગતમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બોર્ડે તમામ સંબંધિતોને સમયમર્યાદાનું પાલન કરવાની અપીલ કરી છે.

| Source permalink: | https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/gshseb-board-exam-2026-form-filling-deadline-extended-class-10-12-136740645.html |