આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગ્રામજનો નો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા તથા પરમ પૂજ્ય શ્રી ભયલુબાપુ ની પ્રેરણા અને આશીર્વાદથી તથા પૂ. લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળા ના આશીર્વાદ થી ઉજવાયો હતો.

આ પ્રસંગે પાળિયાદ તેમજ આજુબાજુ નાં ગામોનાં જીવદયા પ્રેમીઓ એ ખુબ જ વિશાળ સંખ્યા માં હાજરી આપી હતી પાંજરાપોળ સંસ્થા દ્વારા થતાં જીવદયા નાં કાર્ય ની અનુમોદના વ્યક્ત કરી હતી. પાંજરાપોળ સંસ્થા જીવદયા નાં કાર્યો માં વધુ ને વધુ સહયોગ પ્રાપ્ત થતો રહે એવા શુભ આશિષ પ.પૂ.મિતાંશમુનિ મ.સા.એ આપેલ હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવો નું સન્માન કરવામાં આવેલ હતું, આ પ્રસંગે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તરફથી એમના પ્રતિનિધિ દ્વારા 1 લાખ રૂપિયા નો ચૅક આપવામાં આવેલ તેમજ જીવદયા પ્રેમી દાતા દ્વારા પાંજરાપોળ સંસ્થાને અંદાજિત 8.51 આઠ લાખ એકાવન હજાર રૂપિયા અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા કાર્યક્રમ બાદ રમણીકભાઇ વેલશીભાઈ લાણીયા ગામ સેથલી હાલ બોટાદ તરફથી સમૂહ પ્રસાદ (ભોજન) આપવામાં આવેલ હતું સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનકવાસી જૈન સંઘ,શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તથા પાળિયાદ , તેમજ આજુબાજુ ના જીવદયા પ્રેમી કાર્યકરોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!