તો ચાલો આપણે સાથે મળીને કોઈનો જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએની ભાવના સાથે *હાંસલપુર ગ્રામ પંચાયત* ખાતે રક્તદાન કરવામાં આવ્યું

તો સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં માત્ર યુવાનો જ નહીં ભાઈઓ બહેનો, વડીલોશ્રીઓ આવનાર અધિકારી શ્રીઓ જોડાયા હતા અને દ્રશ્ય એ વાતનું પ્રતીક છે કે જો મન મક્કમ હોય અને શરીર સ્વસ્થ હોય તો ઉંમર ક્યારેય સેવામાં બાધક બનતી નથી. આ પ્રસંગે સરપંચશ્રી અનિતાબેન શૈલેશકુમાર પ્રજાપતિ એ જણાવ્યું કે તંદુરસ્ત શરીર એ ભગવાનની ભેટ છે અને રક્તદાન એ બીજાને જીવન આપવાની તક છે. અમે લોકો અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે ફીટ રહે અને નિયમિત રક્તદાન કરીને રક્તદાન મહાદાન ના અભિયાનમાં સહભાગી બને.સાથે આયોજન કરનાર અધિકારીશ્રીઓ તમામ રક્તદાન દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર…
સરપંચ શ્રી.
અનિતાબેન શૈલેષકુમાર પ્રજાપતિ
તલાટી કમ મંત્રી શ્રી.
કમિટી સભ્ય શ્રીઓ
હાંસલપુર ગ્રામ પંચાયત.
🙏🙏🙏🙏🙏🙏
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
