આ રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા, શહેસા થી જહુ માતાજી ઉપાસક હજુરભા, શ્રી જબરેશ્વર મહાદેવ સંસ્થાના પ્રમુખ ટીનાભાઇ આચાર્ય, ખોડિયાર માતાજી ઉપાસક ખોડભાઈ, અમરતભાઈ સથવારા, ગોગા મહારાજ ઉપાસક હેમલભાઈ, રિકીભાઇ શાહ તથા મહેસાણાથી દિનશા ભગત દ્વારા દીપ પ્રાગટ્ય કરી સવારે 9 કલાકે રક્ત કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં

ઊંઝા નગરજનો તથા સેવક પરિવાર દ્વારા *76* બોટલ રક્તનું દાન HK બ્લડ બેક પાટણને અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક પરિવારના સભ્યો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
છેલ્લે જહુ માતાજી સેવક પરિવાર પ્રમુખ વિપુલભાઈ દ્વારા સર્વે રક્તદાતા ભાઈ – બહેનો તથા બ્લડ બેન્ક પાટણ ના વિપુલભાઈ પટેલ તથા ટીમનો ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
