ચોરાડ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠું સ્નેહમીલન તથા સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો.

કાર્યક્રમમાં ગોતરકા ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુ, હનુમાન ધામના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર, ખીમેશ્વર ગૌશાળાના મહંત શ્રી વિષ્ણુગિરી બાપુ, તેમજ માધપુરા મશાલી સરપંચ શ્રી મગ્નિરામ બાપા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ભચાઉના પ્રમુખ શ્રી દયારામભાઈ, સાંમખીયાલી સરપંચ શ્રી જગદીશભાઈ, બનાસકાંઠા બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી અમીરામભાઈ આંશલ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી વિશાલભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ શાસ્ત્રી, શ્રી અજયભાઈ રાજગોર, શ્રી રવિભાઈ તથા ખજાનચી શ્રી રાજુભાઈ રાજગોર સહિત સમસ્ત બ્રહ્મ સમાજ ચોરાડ ટીમના આગેવાનો વિશેષ હાજર રહ્યા હતા.
સમારંભ દરમિયાન સમાજની એકતા, શિક્ષણ, સંસ્કાર અને સંગઠનની મજબૂતી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સરસ્વતી સન્માન કાર્યક્રમ અંતર્ગત સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારજનો અને આગેવાનોની વિશાળ હાજરીથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
