પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં આજરોજ ફિલ્મ સ્ટાર સોનુ સુદ ગૌશાળા ની મુલાકાતે આવેલ જેથી વારાહીની દરેક ધર્મપ્રેમી જનતા વારાહી ગૌશાળા ખાતે એકત્રિત થઈ ફિલ્મ સ્ટાર સોનુ સુદનું ભવ્ય સ્વાગત કર્યું હતું

તેમની સાથે જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી ગોપાલ સાધુ અને દાતાશ્રી અને ગૌ સેવક કલ્પેશભાઈ ગોકલાણી પણ હાજર રહ્યા હતા તેઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સોનુ સુદે પણ ગૌશાળામાં ચાલતા ગૌ સેવાના કાર્યને બિરદાવ્યું હતું અને તેમને પણ ગૌશાળા માટે રૂપિયા 11 લાખનો દાન આપી ગૌ સેવાના કાર્યને આગળ વધે અને હંમેશા આવા કાર્યો થતા રહે તે માટે પ્રેરણા આપી હતી અને આજ રાત્રે 10:00 વાગ્યાના ગોલપ નેસડા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી કિર્તીદાન ગઢવી ગોપાલ સાધુ રાજભા ગઢવી અને નાની અનામી કલાકારો હાજર રહેવાના છે તો દરેક ધર્મપ્રેમી જનતાને ભારેશ્વર ગૌશાળા ગોલપ નેસડા પધારવા વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વતી સર્વ જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
