તા:10-01-2026 ના રોજ યોજાયેલ રેલી સ્વરૂપ આ સેવાકીય જાગૃતિના આયોજનમાં આગામી ઉતરાયણ પર્વમાં જીવલેણ ચાઈના દોરીના વપરાશથી પક્ષી તથા માનવ જીવનમાં થતી ઘાતક અસરોની રજુઆત વિવિધ પોસ્ટર તથા બેનર દ્વારા કરવામાં આવી.

શ્રી બી. પી. બ્રહ્મભટ્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન એસ એસ ના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ચાઈના દોરીના મરસિયા ગાઈ વિરોધ દર્શાવતું નાટક પણ ભજવવામાં આવ્યું. આ રેલીમાં છેલ્લે ગાંધીચોક ખાતે ચાઈના દોરીની અર્થી સળગાવી જહુ માતાજી રોટલાઘરમાં સેવા આપતી બહેનો દ્વારા છાજીયા લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
રેલીમાં ઊંઝા કોલેજના પ્રિન્સિપાલ રાકેશ રાવ સાહેબ, પ્રાફેસર આર. કે. શાહ સાહેબ, જીવદયા પ્રેમી ડો. ધરતીબેન જૈન તેમજ જહુ માતાજી શ્વાન રોટલાઘરમાં સેવા આપતી બહેનો તથા મોટી સંખ્યામાં સેવકો હાજર રહી રેલી ને સફળ બનાવી હતી.
જનજાગૃતી હેતુ યોજાયેલ આ રેલીમાં છેલ્લે શ્રી જહુ માતાજી સંસ્થાના પ્રમુખ વિપુલભાઈ બારોટ દ્વારા રેલી ને સફળ બનાવનાર સર્વેનો ભાવપૂર્ણક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
