સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી ખાતે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના અનુસંધાને કરુણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિધાર્થીઓ તથા શિક્ષકોને કરુણા, દયા અને અહિંસાના મૂલ્યો અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
કાર્યક્રમમાં ખાસ કરીને મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ઉડાડવાના કારણે પક્ષીઓ તથા પ્રાણીઓને થતી ઈજાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા, ઘાયલ પક્ષીઓની મદદ કરવા તથા જીવદયાનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શાળાના શિક્ષકોએ કરુણા અભિયાનનું મહત્વ સમજાવી સમાજમાં માનવતા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવા માટે આવા કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂક્યો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલમાં સંપન્ન થયો.
આ રીતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળીએ કરુણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત મકરસંક્રાંતિને જીવદયાના સંદેશ સાથે ઉજવી, સમાજ માટે એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું.
The Gujarat Live News રિપોર્ટર-જે.પી પરમાર જાફરાબાદ
