આ સમગ્ર સેવાકીય આયોજન માટે રાખવામાં આવેલા નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગનો પ્રોગ્રામ, સર્વાઇકલ, ગર્ભાશય તથા સ્તન કેન્સર ના મેમોગ્રાફી, પેપ સ્મીયર જેવા મોઘા ટેસ્ટ થકી એડવાન્સ જાગૃત થવાય તો સરળ અને ઓછી ટ્રિટમેન્ટથી કેન્સર જેવી બીમારીથી બહેન-દિકરીઓને ઉગારી શકાય એવા શુભ આશયથી સમાજના પ્લોટમાં, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન રોડ, ખોડીયાર ગામ, જાસપુર ખાતે, સમાજના દાતાઓ દ્વારા 171 જેટલી બહેનોને ટેસ્ટ ફુલ ગુજરાતી ભોજન તથા નયનરમ્ય ગીફ્ટ આપી પ્રોત્સાહિત પણ કરવાનો કાર્યક્રમ તા. 11-01-26 ને રવિવારે સફળતા પૂર્ણ પૂરો થયો.

કાર્યક્રમ દરમ્યાન ભોજન દાતા શ્રી સોમાભાઈ અંબાલાલ પટેલ (ટુડાવ) (કામેશ્વર પરીવાર, અમદાવાદ), બહેનો ને આપવામાં આવેલી પ્રોત્સાહન ગીફ્ટના દાતા શ્રીમતી જ્યોત્સ્નાબેન શૈલેષભાઈ પટેલ (કંબોઈ), લક્ઝરી બસના દાતા શ્રી રમેશભાઈ ભગવાનદાસ પટેલ (પાટણ) (શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટીનમ દાતા), G.C.R.I. તરફથી આવેલા સેવાભાવી ડોક્ટરોની ટીમ, સમાજના સૌ સહયોગી હાજર રહેલા કાર્યકરો, તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી તમામ બહેનો,
શ્રી નાનાબાર કડવા પાટીદાર એજ્યુકેશન સોસાયટી, અમદાવાદની કમિટી તરફથી તે સૌનો હાર્દિક આભાર માન્યો હતો, તેમજ સદૈવ સ્વસ્થ તેમજ તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
