પાટણ : સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામે ગેરકાયદેસર ખનનની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગામના તળાવ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન અંગે જાગૃત નાગરિક ઠાકોર રતનજી પરબતજીએ સોશિયલ મીડિયા વર્કર મગશી ઠાકોરને જાણ કરી હતી.

આ માહિતીના આધારે સોશિયલ મીડિયા વર્કર મક્ષીજી ઠાકોરે તાત્કાલિક ખાણખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરતા વિભાગની ટીમે ઝડપથી ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓ સ્થળ પર પહોંચતા જ અનેક ભૂમાફિયાઓ ભાગી છૂટ્યા હતા.

કાર્યવાહી દરમિયાન એક લોડર અને 5 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનો કાકોશી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા છે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કેસ માં વણઝારા નવઘણજી ભીલાજી, વણઝારા અશોકજી ભીલાજી અને ઠાકોર પ્રકાશજી રમેશજીના નામ સામે આવ્યા છે. જેમાં મુખ્ય શખ્સ તરીકે નવઘણજી ભીલાજીનું નામ ચર્ચામાં છે.

ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે મુખ્ય શખ્સ નવઘણજી ભીલાજીએ સોશિયલ મીડિયા વર્કર મગશી ઠાકોરને ફોન પર ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. આ કોલનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.

આ બાબતે સોશિયલ મીડિયા વર્કર મગશી ઠાકોરે કાકોશી પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાની જાનને જોખમ હોવાનું જણાવ્યું છે. તેમણે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351 અને 352 હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ સમગ્ર ઘટના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓએ પ્રશાસન પાસે કડક પગલાં લેવાની માંગણી કરી છે.

હવે જોવાનું રહ્યું કે પોલીસ અને ખાણખનીજ વિભાગ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને ગેરકાયદેસર ખનન પર કાબૂ મેળવવામાં કેટલું સફળ થાય છે.

The Gujarat Live News રિપોર્ટર મગસી ઠાકોર સિધ્ધપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!