ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય સમક્ષ લોકસભામાં તારાંકિત પ્રશ્ન (નં. ૨૨૩) દ્વારા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ગુજરાતમાં, વિશેષ કરીને ઉત્તર ગુજરાત અને મહેસાણામાં, રમતગમત સ્ટેડિયમની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સાંસદ હરિભાઈ પટેલે યુવા કાર્યક્રમમાં પાછલા ત્રણ વર્ષો અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનેલા આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ મામલે સવાલ પૂછ્યો હતો. હરિભાઈ પટેલે એ કેન્દ્ર સરકારને એ પણ સવાલ કર્યો હતો કે ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા મતવિસ્તારમાં નવા આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાનો કોઈ વિચાર છે કે કેમ અને જો હોય તો તે ક્યાં સુધીમાં નિર્માણ થવાની સંભાવના છે.

આ પ્રશ્નનો સવિસ્તાર જવાબ આપતા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘રમતગમત’ એ રાજ્યનો વિષય હોવાથી આઉટડોર અને ઇન્ડોર ખેલ સ્ટેડિયમ બનાવવાની મુખ્ય જવાબદારી રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોની છે. જોકે, કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ કમીઓને દૂર કરીને રાજ્યોના પ્રયાસોમાં સહાયતા પ્રદાન કરે છે.

સરકાર દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી ‘ખેલો ઇન્ડિયા સ્કીમ’ અને ‘રાષ્ટ્રીય ખેલ વિકાસ નિધિ’ (NSDF) માંગ-આધારિત (Demand-driven) યોજનાઓ છે. રાજ્ય સરકારો અથવા અન્ય પાત્ર સંસ્થાઓ પાસેથી મળતી દરખાસ્તો (પ્રસ્તાવ)ના આધારે, તેમની પૂર્ણતા, તકનીકી યોગ્યતા અને યોજના હેઠળ ઉપલબ્ધ ભંડોળને ધ્યાનમાં રાખીને રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાકીય સહાય પર વિચાર કરવામાં આવે છે.

ગુજરાત સહિત દેશભરમાં ખેલો ઇન્ડિયા અને NSDF અંતર્ગત મંજૂર થયેલા રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તમામ વિગતો મંત્રાલયના ડેશબોર્ડ ઉપર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!