બોટાદ જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજરોજ તા.૦૮/૦૩/૨૬ના દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અને બેટી બચાવો,બેટી વધાવો અંતર્ગત બોટાદ શહેરની હોસ્પિટલોમાં આજરોજ જન્મેલ 10 દીકરીની માતાને સાડી,દીકરી માટે જોહનસન બેબીની કીટ,રમકડાંનો સેટ,એક જોડી કપડા આપી દીકરીઓના જન્મને વધામણા કરવામાં આવેલ.

દીકરી વધામણા પ્રસંગે ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા,પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા,ઉપપ્રમુખ દીપકભાઈ માથુકિયા અને ડો.પરેશભાઈ દરજી,મીડિયા ઓફિસર રાજુભાઈ ડેરૈયા,મુકેશભાઈ જોટાણીયા,સાહેલી પ્રમુખ હેમલતાબેન દેસાઈ, અન્ય સાહેલી બહેનો,આરોગ્ય વિભાગના કર્મચારીઓ,હોસ્પિટલ સ્ટાફમિત્રો,ઘર પરિવારના લોકો હાજર રહી વધામણા કરવામાં આવેલ.

The Gujarat Live News  

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!