લીમગામડા–દહેગામ માર્ગ પર બાવળોની ઝાડીઓથી મુશ્કેલી, તાત્કાલિક કટીંગની માંગ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના લીમગામડા થી દહેગામ જતાં મુખ્ય માર્ગ પર બાવળોના ઝાડ અને ઝાડીઓ મોટા પ્રમાણમાં વધતા જતા વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ છે. રસ્તાની બંને બાજુ લાંબા સમયથી જંગલ કટીંગ ન થતાં બાવળોની ડાળીઓ રસ્તા સુધી ફેલાઈ ગઈ છે, જેના કારણે ખાસ કરીને બાઈક અને નાના વાહનચાલકોને પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા રસ્તાઓની બાજુમાં આવેલા ઝાડ-ઝંખડ દૂર કરવા માટે દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. છતાં કેટલાક વિસ્તારોમાં યોગ્ય રીતે જંગલ કટીંગ ન થવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

લીમગામડા–દહેગામ માર્ગ પર બાવળોની જાળીઓ રસ્તા પર આવી જતા ઘણી જગ્યાએ વાહન ચલાવવું જોખમી બન્યું છે અને અકસ્માતની શક્યતા પણ વધી રહી છે. ગ્રામજનો અને રોજિંદા આવન-જાવન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સંબંધિત વિભાગને રજૂઆત કરી તાત્કાલિક આ માર્ગ પર બાવળો અને ઝાડીઓનું કટીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી માર્ગ ફરીથી સુરક્ષિત અને સરળ બને.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!