શ્રી સુન્ધા ચામુંડા માતાજી તથા શ્રી જહુ માતાજી મંદિર ઊંઝા ના 23 માં પાટોત્સવ પ્રસંગ અંતર્ગત

તા:02-04-2026 ના રોજ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા – લાડુ ઘર માં નિસ્વાર્થ રોટલા – રોટલી ઘડવાની સેવા આપતી 695 સેવાભાવી બહેનોને માતાજીના શણગારની સાડી તથા સ્મુતિ ભેટ અર્પણ કરવામાં આવી.

આ પ્રસંગે ઊંઝાના સ્વ. કૈલાસબેન બાબુલાલ બારોટની દીકરીઓ નયનાબેન તથા ભગવતીબેન દ્વારા જહુ માતાજી શ્વાન રોટલા ઘરના વિકાસ અર્થે પોતાનું રહેઠાણનું મકાન સેવક પરિવારને ભેટ આપવામાં આવ્યું.

સદર પ્રસંગમાં રોટલાઘરના આદ્યસ્થાપક કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટના સેવા કર્યો થકી શ્રી જહુ માતાજી શ્વાન રોટલાઘરને એશિયા બુક સ્થાન મળવા બદલ બિરદાવવામાં આવ્યા.

આ ધાર્મિક પ્રસંગમાં રામોસણા શ્રી મેલડી માતાજી ઉપાસક શ્રી ડાહ્યાભાઈ ભગત, ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલ, કવિ પરિવાર કંથરાવીથી સુરેશભાઈ બારોટ, અબોલા સેવા ટ્રસ્ટ પાટણથી રાજુભાઈ રાવલ, મહેસાણાના જીવદયાપ્રેમી કિરીટભાઈ નાયી, દિનશા ભગત તથા જુદા જુદા ગામો ના જીવદયા પ્રેમી ભાઈ – બહેનો, સેવકો તેમજ શ્રી જહુ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ, રોટલાઘર પ્રમુખ શ્રી અનિલભાઈ, ઉપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સથવારા તેમજ શ્રી જહુ માતાજી સેવક પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

હવે દ્વિ દિવસિય પાટોત્સવ મહોત્સવ નો શુભારંભ થનાર છે.

જેમાં સવારે શોભાયાત્રા, બપોરે માઁ ની ઉપાસના સહ યજ્ઞ તથા રાત્રે માઁ જહુ – ચામુંડાના પ્રિય એવા ઝુલણા – પારણા તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!