રાપર તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. કારુડા – સલારી માર્ગ પર રાજબાઈ માતાજીના મંદિર પાસે 19 વર્ષીય યુવક ની હત્યા કરવામાં આવી છે.
મૃતકની ઓળખ નરેશ સામાભાઈ કોલી તરીકે થઈ છે.
મોમાઈ વાંઢ ના રહેવાસી આ યુવક પર અજાણ્યા શખ્સોએ છરી થી છાતી,કમર અને ગળા પર વાર કરી જીવલેણ હુમલો કર્યો હતો.
લોકમેળા નજીક થયેલી આ ઘટનાથી આસપાસ ના લોકો માં હડકંપ મચ્યો છે, જ્યારે પોલિસે ગુનાની ગંભીરતા જોતા તત્કાલિક તપાસ શરૂ કરી છે.
The Gujarat Live News
રિપોર્ટર સુનિલભાઇ રાપર કચ્છ
