મહેસાણા જીલ્લાનાં કડી તાલુકામાં આવેલ હરિપુરામાં ગ્રામ પંચાયત ઈ.પર્યાવરણ યોજના અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હરિપુરા ગામમાં ત્રણ વર્ષ અગાઉ ગ્રામજનોએ સાથે મળી 1000 વૃક્ષોનું વાવેતર કરેલ. જેના જતનની જવાબદારી યુવાન ભાઈઓએ સંભાળી વૃક્ષોનો ઉછેર કરેલ.

 

આ યોજનાને આગળ વધારવા અને “મારું ગામ હરિયાળું ગામ”

 

“મારા ગામનો વિકાસ મારો વિકાસ” આ સૂત્રો ને સાકાર કરવા હેતું તથા ગામના સાર્વજનિક સ્મશાન ગૃહ ને સુ વિકસિત રળીયામણું બનાવવા હેતું સંકલ્પ સાથે 1100 વૃક્ષો વાવવાનો પર્યાવરણ વિષયક કાર્યક્રમ યોજાયો.

જેમાં કડીનાં ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા, હિમાંશુભાઈ ખમાર, ગામના વડીલ આગેવાનો, યુવાન ભાઈઓ, બહેનો, ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, પર્યાવરણ પ્રેમીઓ, શ્રેષ્ઠીઓ, શુભેચ્છકશ્રીઓ, ગામનાં સરપંચશ્રી, તલાટીશ્રી, પંચાયતનાં સભ્યશ્રીઓ તથા વનવિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આવો સુંદર કાર્યક્રમ યોજી વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોનાં હેતું ને સાર્થક કર્યો હતો.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!