Surat Hawala Scam: કેન્દ્ર સરકારના ‘મેક-ઈન-ઈન્ડિયા’ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)ના પ્રોત્સાહક નિયમોની આડમાં આચરાતું એક મોટું મની લોન્ડરિંગ કૌભાંડ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) વાપીની ટીમે ઝડપી પાડ્યું છે. સુરત SEZમાં આવેલી ‘નકલાંગ જવેલર્સ’ દ્વારા આચરવામાં આવેલા અંદાજે 2,000 કરોડ રૂપિયાથી વધુના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

કાગળ પર 50 ગણી વધુ કિંમત

DRIની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી હલકી કક્ષાના ડાયમંડની આયાત કરતો હતો. આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતા 50 ગણી વધુ દર્શાવી (ઓવર વેલ્યુએશન) તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!