રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હોવા છતાં પદાધિકારીઓની નિમણૂકમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર અને અન્ય હોદ્દેદારોની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ 28 એપ્રિલના પરિણામ બાદ 16 દિવસ વીતવા છતાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નામો નક્કી કરી શક્યું નથી. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં ભાજપના નેતાઓમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા છે. 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 2021માં કોરોના છતાં 14 દિવસમાં નિમણૂક થઈ હતી
છેલ્લા એક દાયકાનો ઇતિહાસ જોઈએ તો પરિણામના બે સપ્તાહમાં જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ ગ્રહણ કરી લેતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 2015માં 2 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું અને 14 ડિસેમ્બર, 2015ના રોજ 12 દિવસમાં ગૌતમ શાહે મેયર તરીકે પદ ગ્રહણ કરી લીધું હતું. 2021માં કોરોના હોવા છતાં પણ માત્ર 14 દિવસમાં જ મેયર પદ નક્કી કરી અને ચૂંટણી પ્રક્રિયા કરી દેવાઈ હતી. 23 ફેબ્રુઆરી, 2021ના રોજ પરિણામ આવ્યા બાદ 10 માર્ચ, 2021ના રોજ મેયર કિરીટ પરમાર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરી દેવાઈ હતી. તેની સરખામણીએ 2026માં પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસની બેઠકો બાદ પણ મડાગાંઠ ઉકલી નથી. જાહેરાત ન થતાં સભા અને ચૂંટણી પ્રક્રિયા અટકી
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓ અંગે કોઈ નિર્ણય જાહેર ન કરતા મ્યુનિસિપલ કમિશનરો સામાન્ય સભા બોલાવી શક્યા નથી. સામાન્ય સભા બોલાવવા માટે ત્રણ દિવસ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કમિશનર દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણીએ પ્રક્રિયા કરવાની હોય છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફોર્મ ભરવામાં આવે છે. જે બાદ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. આજે 14 મેના રોજ હજી સુધી મહાનગરપાલિકાઓમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પણ વાંચો….15 મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ, નવી કોર્પોરેશનમાં કોણ બનશે પ્રથમ મેયર, જુઓ સંભવિત પદાધિકારીઓના નામ અને ફોટા નવી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરોની બદલીથી પ્રક્રિયા વધુ લંબાઈ
રાજ્યની નવી બનેલી 7 મહાનગરપાલિકાઓમાંથી 5માં તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા કમિશનરો ચાર્જ સંભાળે અને વ્યવસ્થા સમજે ત્યારબાદ જ સામાન્ય સભાની પ્રક્રિયા શરૂ થશે. અત્યારની સ્થિતિ જોતા 19 મે (સોમવાર) સુધી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવી મોટી મહાનગરપાલિકાઓને નવા મેયર મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.