દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. શહેરીકરણ સાથે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણ પર ગંભીર અસરો ઊભી થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સામે લડત લડવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉપાય હોવાને લઈને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 12 જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ વૃક્ષારોપણ સમારોહ યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક વૃક્ષારોપણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક કાર્યકર્તાથી લઈને નેતાઓને વૃક્ષના રોપણથી લઈને મોટું થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. 12 જુલાઈના એક કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ એક સાથે એક કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે જેને ખુલ્લા મુકવામાં આવશે. ધાર્મિક, NGO જેવી અલગ અલગ સંસ્થાઓ જવાબદારી લેશે
આ સાથે ગાંધીનગર લોકસભામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં ધાર્મિક સંસ્થાઓ, NGO, બિલ્ડરો, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ જવાબદારી લેવામાં આવશે. કલેક્ટરના પ્લોટ ગૌચરની જમીન તેમજ જે ખાલી પ્લોટ પડ્યા છે ત્યાં તમામ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં 11.25% ગ્રીન કવરમાં વધારો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા વર્ષ 2019થી ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેના કારણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિસ્તારોમાં ગ્રીન કવરમાં પણ વધારો થયો છે. 11.25 ટકા ગ્રીન કવરમાં વધારો થયો છે. અમદાવાદના 38 સહિત 400 પ્લોટમાં વૃક્ષારોપણ કરાશે
એક પેડ મા કે નામ અને વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અમિત શાહ દ્વારા ચાલુ વર્ષે ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક કરોડ વૃક્ષો વાવવાનો અને તેના જતન કરવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અંદાજિત 400 જેટલા પ્લોટ શોધવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં જ 38 પ્લોટ શોધવામાં આવ્યા છે અને ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. દરેક કાર્યકર્તાને પ્લોટની જવાબદારી સોંપવામાં આવી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. દરેક કાર્યકર્તાને પ્લોટની જવાબદારી સોંપવામાં આવી છે અને દરરોજ આ વૃક્ષોની માવજત કરવામાં આવે છે કે નહીં અને તેની સાર સંભાળ અંગે પણ મોનિટરિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. વડ, પીપળો, લીમડો, જાંબુ જેવા છોડ રોપવા અપીલ
ગાંધીનગર લોકસભામાં આવતી તમામ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પત્ર લખીને સોસાયટી-ફ્લેટોની આસપાસ ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 50 જેટલા ઓક્સિજન આપે એવા લાંબુ આયુષ્ય ધરાવતા વડ, પીપળો, લીમડો, જાંબુ, બોરસલી જેવા છોડ રોપીને જતન કરવાની જવાબદારી લેવા માટે અપીલ કરાઈ છે. વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ યુવાનોને જોડવા
ગૃહમંત્રીએ વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ યુવાનોને જોડાવવા માટે પણ જણાવ્યું છે. જેનાથી આવનારી પેઢીને પણ વધુમાં વધુ લાભ મળશે. જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ભાજપના પદાધિકારીઓ અને સંલગ્ન વિભાગના અધિકારીઓના મોબાઈલ નંબર આપ્યા છે. જે નંબર પર સંપર્ક કરીને નાગરિકો વૃક્ષ અને રોપા મેળવી શકશે. ગાંધીનગર લોકસભાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશો
ગાંધીનગર લોકસભામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેના માટે https://www.gandhinagarloksabha.in પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. મોબાઈલ નંબર અને શહેર પંસદ કરીને વ્યક્તિગત અથવા કઈ સંસ્થા હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમનો વિસ્તાર લખવાનો રહેશે અને સંપૂર્ણ નામ સરનામાં અને તેમની પાસે વૃક્ષ વાવવાની જગ્યા છે કે નહીં તે લખીને સબમીટ કરી શકાશે. કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા શરૂ
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રી દર્શક ઠાકર સહિતના સંગઠનના હોદ્દેદારો અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટરો દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ગોકુલ સોસાયટી ખાતે લોકોના ઘરે જઈને વૃક્ષારોપણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સોસાયટીમાં જગ્યા હોય તો સોસાયટીમાં વૃક્ષારોપણ અથવા તો અન્ય કોઈ જગ્યાએ વૃક્ષારોપણ કરે તેના માટે સમજાવવામાં આવ્યા હતા. પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, દરેક નાગરિક એક વૃક્ષ વાવે તેના માટે ઘરે-ઘરે ભાજપનો કાર્યકર્તા અને આગેવાન સમજાવવા જશે જેમ ચૂંટણીમાં મત માંગવા જાય છે તેમ ઘરે ઘરે વૃક્ષારોપણ કરે તેવી સમજાવટ કરશે. ક્યાં કેટલા વૃક્ષો વાવશે વૃક્ષોની ઝીણામાં ઝીણી વિગતોનું ટ્રી કેર એપ દ્વારા ટ્રેકિંગ
વૃક્ષોની નોંધણી: જેમાં વૃક્ષનો પ્રકાર, તેના RFID કોડ અને તેના સ્વાસ્થ્યની સ્થિતિ જેવી પાયાની માહિતી ઉમેરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષનું સરનામું, તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન , ઊંચાઈ, વ્યાસ(ડાયામીટર) અને ઉંમર જેવી વધુ વિગતો પણ એડ કરાશે.. તેની સાથે સાથે વૃક્ષના ફોટો પણ અપલોડ કરી તમામ જાણકારી રાખવામાં આવશે. મેઇન્ટેનન્સ લોગ: વૃક્ષોની જાળવણી માટેની તમામ વિગતો અહીં નોંધવામાં આવે છે. RFID કોડ સ્કેન કરીને તમે વૃક્ષની જાળવણીનો પ્રકાર (જેમ કે કાપણી, પાણી પાવું, ખાતર નાખવું, પેસ્ટ કંટ્રોલ કે હેલ્થ ચેકઅપ), તારીખ, ટેકનિશિયનનું નામ અને કામનું વર્ણન કરવામાં આવ્યું હશે. સ્ટેટસ: મેઇન્ટેનન્સની સ્થિતિ (પેન્ડિંગ, ઇન પ્રોગ્રેસ અથવા પૂર્ણ), ખર્ચ અને આગામી મેઇન્ટેનન્સની ડેટ જેવી માહિતી સરળતાથી અપડેટ કરી શકાય છે. વૃક્ષના આરોગ્ય અંગેની તમામ બાબતો સીધી ‘TreeCare’ મેનેજમેન્ટ ડેશબોર્ડમાં જોઈ શકાશે. મેપમાં શું શું છે?
1. વૃક્ષોનું સ્વાસ્થ્ય અને સ્થિતિનું રેટિંગ
2. ઉત્તમ
3. સારી
4. મધ્યમ મેપ પરના કોઈ પણ વૃક્ષ પર ક્લિક કરો એટલે તમામ માહિતી આવી જશે. કલર કોડ દ્વારા નકશા પર દરેક વૃક્ષની સ્થિતિને ઓળખવામાં આવે છે (દા.ત. ગ્રીન એટલે સારી અને ઓરેન્જ એટલે મધ્યમ સ્થિતિ).