રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં બની રહેલા રોડના કામની ગુણવત્તાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. નગરસેવિકા જયાબેન ઠાકોરે રોડના કામ અંગે ગંભીર સવાલો ઉઠાવતા વિકાસકામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે માટે માંગણી કરી છે.

જયાબેન ઠાકોરે જણાવ્યું કે વોર્ડ નં. 1માં રોડનો નાનો ભાગ પણ સંતોષકારક ગુણવત્તાનો ન હોવાનું જણાય છે. તેમણે દાવો કર્યો કે જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો અન્ય વિકાસકામોની ગુણવત્તા અંગે પણ શંકા ઊભી થાય છે.
નગરસેવિકાએ વધુમાં આરોપ લગાવ્યો કે વિકાસકામોમાં ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા છે અને આ મામલે તેઓ જરૂરી હોય તો સંબંધિત સત્તાધિકારીઓ, તકેદારી આયોગ તેમજ કોર્ટ સુધી રજૂઆત કરશે. તેમણે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ માટે નાગરિકોને પણ જાગૃત રહેવા અપીલ કરી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
