રાધનપુર: શહેરમાં વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓમાં ચિંતા વધી રહી છે. આ મુદ્દે નગરસેવક જયાબેન ઠાકોરે તંત્ર સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું કે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુકાનોમાં પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થવાની શક્યતા રહે છે.

તેમણે જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. પરિણામે વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જયાબેન ઠાકોરે વધુમાં કહ્યું કે જો વરસાદી પાણીના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થશે તો તેની જવાબદારી કોણ લેશે? તેમણે નગરપાલિકા તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઉભી કરવા, જોખમી વિસ્તારોમાં કામગીરી શરૂ કરવા અને વેપારીઓના હિતમાં ઝડપી પગલાં ભરવાની માંગ કરી છે.
શહેરના વેપારીઓએ પણ વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
