બેચરાજી શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓની સ્થિતિ તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી રાહત તથા તાત્કાલિક કામગીરી કરવા સૂચનાઓ આપ્યા.

જનતાની સુરક્ષા અને સુવિધા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વરસાદી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહી જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
The Gujarat Live News રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
