પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હજુ પણ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ગયા વર્ષે ગામમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થળ મુલાકાત લીધી હતી અને પ્રશ્નના ઉકેલની આશા વ્યક્ત થઈ હતી પરંતુ એક વર્ષ વીતી જવા છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી ન થતાં હાલ ફરી વરસાદ પડતાં ગામમાં પાણી ઘૂસી આવ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે મુલાકાતો અને આશ્વાસનો સિવાય કોઈ નક્કર નિર્ણય કે વિકાસ કાર્ય થયું નથી પરિણામે દર વર્ષે ગામલોકોને એ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મઢુત્રા ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હતો, તો એક વર્ષ દરમિયાન શું કાર્યવાહી થઈ ? કે પછી મુલાકાત માત્ર દેખાવ પૂરતી હતી ? હવે લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી અને પાણીના નિકાલ માટે તાત્કાલિક તથા કાયમી ઉકેલની માંગ કરી રહ્યા

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!