જોબ ચાર્ટ સિવાયની વધારાની કામગીરીથી રોષ, 13 પડતર માંગણીઓ સાથે આંદોલનની ચીમકી

ગ્રામ સેવકોને તેમના નિર્ધારિત જોબ ચાર્ટ ઉપરાંત વધારાની કામગીરી સોંપવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે પાટણ જિલ્લા ગ્રામ સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામ સેવક મહામંડળ દ્વારા 13 જેટલી પડતર માંગણીઓ સાથે રૂ. 2,400 ગ્રેડ પેની માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત જોબ ચાર્ટ બહારની કામગીરી સોંપવાનું બંધ કરવા સહિતના પ્રશ્નોને લઈને ગ્રામ સેવકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

આંદોલનના પ્રથમ તબક્કામાં આજે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર, 25 સપ્ટેમ્બરે પેન ડાઉન અને 1 ઓક્ટોબરે માસ C.L.નું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.

ગ્રામ સેવક મહામંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓનો સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે તો 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.

ગ્રામ સેવકોના આંદોલનને કારણે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાની વહીવટી અને વિકાસલક્ષી કામગીરી પર પણ તેની અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે સરકાર ગ્રામ સેવકોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!