PASA હેઠળ અટકાયત થતાં અસામાજિક તત્વોમાં ફફડાટ, આરોપી જેલના સળિયા પાછળ

અમદાવાદ શહેર: નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર પર હુમલો કરવાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પત્રકાર પર હુમલાના આરોપી સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવતા પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

પત્રકાર પર હાથ ઉઠાવનાર આરોપીને હવે કાયદાની કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. નારોલ પોલીસે આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પત્રકારો સાથે ગેરવર્તન કે હુમલો કરનારા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા આવા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પત્રકારોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના મુદ્દે નારોલ પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસની કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે પત્રકાર પર હુમલો કે કાયદો હાથમાં લેવાની હરકત કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!