SOG પાટણની કાર્યવાહી, 9 મોબાઇલ સહિત રૂ.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત; પાંચ સામે કાયદેસરની કાર્યવાહી

રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ લોન મારફતે મોંઘા મોબાઇલ અપાવી બાદમાં તેમના હપ્તા નહીં ભરવાના અને ફાઇનાન્સ કંપની દ્વારા મોબાઇલ લોક કરવામાં આવે તે પહેલાં કથિત રીતે ખોટા AI જનરેટેડ બિલ તૈયાર કરી સર્વિસ સેન્ટર મારફતે મોબાઇલના લોક ખોલાવી વેચાણ કરવાના મામલાનો SOG પાટણે પર્દાફાશ કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે SOG પાટણની ટીમે માનવસ્રોત અને ટેકનિકલ વિશ્લેષણના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાંચ શખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે. કાર્યવાહી દરમિયાન ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર મામલે પાંચેય સામે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ કથિત રીતે મોબાઇલ ગ્રાહકોને લાલચ આપી અલગ-અલગ મોબાઇલ દુકાનોમાંથી લોન પર મોબાઇલ અપાવતા હતા. ત્યારબાદ લોનના હપ્તા ભરવામાં આવતા ન હોવાથી ફાઇનાન્સ કંપની દ્વારા મોબાઇલ લોક કરવામાં આવે તે પહેલાં ખોટા બિલ તૈયાર કરી સંબંધિત કંપનીના સર્વિસ સેન્ટરમાં રજૂ કરવામાં આવતા હતા. આ રીતે મોબાઇલનું લોક ખોલાવી તેને ફરીથી વેચાણ કરવામાં આવતું હોવાનો પોલીસનો દાવો છે.

પકડાયેલા આરોપીઓ

1. સમીરખાન બાપજીરાજ મલેક, રહે. ગોખાંતર, તા. સાંતલપુર, જી. પાટણ
2. મહમદખાન અબદુલજબ્બાર નાગોરી, રહે. નાગોરીવાસ, રાધનપુર, જી. પાટણ
3. ઠાકોર બાબુભાઇ ઉકાભાઇ, રહે. ગોખાંતર, તા. સાંતલપુર, જી. પાટણ
4. કિશનભાઇ વશરામભાઇ ઠાકોર, રહે. ગોખાંતર, તા. સાંતલપુર, જી. પાટણ
5. નવીનભાઇ હેમચંદભાઇ ઠાકોર, રહે. નવા કમાલપુરા, તા. સાંતલપુર, જી. પાટણ

મુદ્દામાલ

SOG દ્વારા કુલ 9 મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.2,65,000/- હોવાનું જણાવાયું છે, કબજે કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, PSI ડી.કે. ચૌધરી તથા SOG સ્ટાફના એએસઆઈ અબ્બાસખાન કરીમખાન, અ.હેડ કોન્સ્ટેબલ પ્રવિણદાન લક્ષ્મણદાન, અ.પો.કો. દિનેશભાઇ રત્નાભાઇ અને આ.પો.કો. હેતુભા લક્ષ્મણજી સહિતની ટીમે હાથ ધરી હતી.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મોબાઇલ લોન તથા ખોટા દસ્તાવેજોના ઉપયોગ સંબંધિત અન્ય કડીઓ બહાર આવે છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!