જાહેર માર્ગો પર લાગેલા રહસ્યમય બેનરો બન્યા ચર્ચાનો વિષય, લોકોના મનમાં એક જ સવાલ—₹9,900માં શું આવી રહ્યું છે?
![]()
![]()
![]()
![]()
![]()
![]()
રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા એક અનોખા બેનરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બેનર પર માત્ર “શું આવી રહ્યું છે? માત્ર ₹9,900માં…” જેવા શબ્દો લખાયેલા જોવા મળતાં શહેરમાં ભારે કુતૂહલ સર્જાયું છે.
આ બેનરોને લઈને રાધનપુરના લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રસ્તા પરથી પસાર થતા લોકો પણ બેનર વાંચીને એકબીજાને સવાલ કરી રહ્યા છે કે આખરે માત્ર ₹9,900માં શું આવી રહ્યું છે?
હાલમાં આ બેનર પાછળનું રહસ્ય શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, બેનર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું છે અને લોકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે.
આખરે ₹9,900માં શું આવી રહ્યું છે? કઈ નવી જાહેરાત કે ઓફરનું રહસ્ય આ બેનર પાછળ છુપાયેલું છે?
આ રહસ્યનો ખુલાસો થતાં જ તેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી The Gujarat Live News પર સૌથી પહેલા આપને આપવામાં આવશે.
રાધનપુરમાં લાગેલા આ રહસ્યમય બેનર અંગે તમારી શું ધારણા છે? કોમેન્ટમાં જરૂર જણાવો.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

