સારી ખેતી પદ્ધતિ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું

સાંતલપુર તાલુકાના બરારા અને ધોકાવાડા ગામ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન અને કોહેઝન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સારી ખેતી પદ્ધતિ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ, જમીનની ગુણવત્તા જાળવવા તેમજ ખેતીને વધુ અસરકારક બનાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં ખોડિયાર નેચરલ ફાર્મર પ્રોડ્યૂસર કંપની, શંખેશ્વર તરફથી ડી.કે. રથવી સહિત ટુવડ જયંતિભાઈ પ્રજાપતિ, ચાબખા ભોજાભાઈ આહીર, જાખેલ અશોકભાઈ અને ભદરાડા સહિતના આગેવાનો તથા સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ વધે અને સારી ખેતી પદ્ધતિઓનો વધુ વ્યાપ થાય તે હેતુથી યોજાયેલી આ તાલીમ શિબિર દરમિયાન ખેતી સંબંધિત વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

The Gujarat Live News અહેવાલ દેવાભાઈ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!